શ્રી ગણેશાય નમઃ
Title: Gujarati-02-Bhajans
Gujarati-01-Bhajans Gujarati-02-Bhajans Gujarati-03-Bhajans
Gujarati-04-Smarananjali Gujarati-12-Bavani
===================================================
B001 Go-to-Index
===================================================-----
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
હરીનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને...
હરીનો...
સુત વિત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને...
હરીનો...
મરણ આગમે તે ભરે મુઠ્ઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને...
હરીનો...
પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે દેખનહારા દાઝે જોને...
હરીનો...
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને...
હરીનો...
રામ અમલમાં રાતામાતા, પૂરા પ્રેમી પરખે જોને;
પ્રિતમનાં સ્વામીની લીલા, તે રજનીદન નીરખે જોને...
હરીનો...
ૐ
- પ્રિતમદાસ
===================================================
B002 Go-to-Index
=================================================== હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે
હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયાને સાદ, વદે વેદ વાણી રે...
હરિને ભજતાં...
વ્હાલે ઊગાર્યો પ્રહલાદ, હિરણ્યકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે...
હરિને ભજતાં...
વ્હાલે નરસિંહ મહેતાને હાર, હાથો હાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે...
હરિને ભજતાં...
વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે;
પાંચાલીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે...
હરિને ભજતાં...
આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે;
કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે...
હરિને ભજતાં...
ૐ
- પ્રેમળદાસ
===================================================
B003 Go-to-Index
===================================================૩. પ્રેમળ જ્યોતિ તારો દાખવી
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ...
પ્રેમળ જ્યોતિ... (ટેક)
દૂર પડ્યો નિજ ધામથી હું, ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ...
પ્રેમળ જ્યોતિ...
ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય...
પ્રેમળ જ્યોતિ...
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર...
પ્રેમળ જ્યોતિ...
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
ને ભય છતાં ધર્યો ગર્વ, વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ, મારે આજ થકી નવું પર્વ...
પ્રેમળ જ્યોતિ...
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ! આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર...
પ્રેમળ જ્યોતિ...
કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર...
પ્રેમળ જ્યોતિ...
રજનિ જશે, ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર...
પ્રેમળ જ્યોતિ...
ૐ
- નરસિંહરાવ દિવેટિયા
( દાખવી-દેખાડવું, રજનિ-રાત્રી, સ્ખલન-ભૂલ-ચૂક,
પર્વ-અવસર, કર્દમભૂમિ-કાદવવાળી જમીન,
કળણ-નરમ જમીન, ચિરકાળ-લાંબો સમય )
===================================================
B004 Go-to-Index
=================================================== ૪. મંદિર તારું વિશ્વ રૂપાળું
મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે... મંદિર તારું...
નહિ પૂજારી નહિં કો દેવા,
નહિ મંદિરને તાળાં રે;
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે... મંદિર તારું...
વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
અવનીમાં તું ક્યાં છુપાયો,
શોધે બાલ અધીરા રે... મંદિર તારું...
ૐ
( અવની-પૃથ્વી )
===================================================
B005 Go-to-Index
=================================================== ૫. હે જગ-ત્રાતા, વિશ્વ વિધાતા
હે જગ-ત્રાતા, વિશ્વ વિધાતા,
હે સુખશાન્તિ-નિકેતન હે.
પ્રેમ કે સિંધો, દીન કે બંધો,
દુઃખ દરીદ્ર-વિનાશન હે!
નિત્ય અખંડ અનંત અનાદિ,
પૂરણ બ્રહ્મ સનાતન હે!
જગ-આશ્રય જગપતિ જગવંદન,
અનુપમ અલખ નિરંજન હે!
પ્રાણ-સખા, ત્રિભુવન પ્રતિપાલક,
જીવન કે અવલંબન હે!
ૐ
( નિકેતન-સ્થાન-ઘર, અનુપમ-સર્વોત્તમ,
અલખ-નિરાકાર, નિરંજન-ત્રિગુણાતીત,
પ્રતિપાલક-ભરણપોષણ કરનાર,
અવલંબન-આધાર-આશ્રય )
===================================================
B006 Go-to-Index
=================================================== ૬. સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા... (ટેક)
અંત સમય મારો આવશે ને, દેહનું નહિ રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન... સમય મારો...
જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ... સમય મારો...
કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર... સમય મારો...
આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, પુનિત છોડે પ્રાણ... સમય મારો...
ૐ
- સંત પુનિત
( પરવશ-પરાધીન, અલબેલા-ઉત્તમ-અદ્વિતીય )
===================================================
B007 Go-to-Index
=================================================== ૭. મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી બંસીમાં બોલ બે વગાડી તું જા
મારી વીણાની વાણી જગાડી તું જા... (ટેક)
ઝંઝાના ઝાંઝરને પહેરી પધારી પિયા,
કાનનાં કમાડ મારા ઢંઢોળી જા
પોઢેલી પાંપણના પડદા ઉઘાડી જરા
સોનેરી સોણલું બતાવી તું જા... મારી બંસીમાં...
સૂની સરિતાને તીર પહેરી પિતાંબરી
દિલનો દડુલો રમાડી તું જા
ભૂખી શબરીના બોર બે એક આરોગી
જનમ ભૂખીને જમાડી તું જા... મારી બંસીમાં...
ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરને સેઢે હંકારી તું જા.
મનના માલિક તારી મોજના હલ્લેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા... મારી બંસીમાં...
ૐ
- સુન્દરમ્
( પોઢેલી-શયન વખતે બંધ રહેતી આંખ,
વછોડવું-છોડવું, સેઢે-?)
===================================================
B008 Go-to-Index
=================================================== ૮. હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું
હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ્ તું, યહ્વ શક્તિ તું, ઈસુ પિતા પ્રભુ તું... ૐ તત્સત્...
રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું... ૐ તત્સત્...
હરિ ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું... ૐ તત્સત્...
ૐ
( અદ્વિતીય-જેના સમાન બીજું ન મળે એવું,
અકાલ-કે જે કાળથી પર છે. )
===================================================
B009 Go-to-Index
=================================================== ૯. આપજો આપજો સારું સઘળું મને
આપજો આપજો સારું સઘળું મને,
હે પ્રભુ, આજ આખા દિવસમાં;
બાળ ગણી વ્હાલ મારા ઉપર આણજો,
જેથી હું રહું બધો દિવસ સુખમાં... (૧)
આપજો આપજો સદગુણો આપજો,
આપજો વળી બહુ શુભ વિચારો;
આપજો આપજો આપની ભક્તિને,
આપજો વળી મને સંગ સારો... (૨)
આપજો આપજો મીઠી વાણી મને,
રાખજો મારું મન ખૂબ રાજી;
સૌનું હું કામ કરું એવું બળ આપજો,
સૌની સેવા કરું, જેથી ઝાઝી... (૩)
સૌથી બહુ આપજો આપ પ્રભુની કૃપા,
જેથી મળશે મને જે હું માગું;
માગ્યું નથી સારું જે તેહ પણ આપજો,
એટલું બોલી હું પાય લાગું... (૪)
ૐ
- શ્રીમદ ઉપેન્દ્ર
===================================================
B010 Go-to-Index
=================================================== ૧૦. મેરુ તો ડગે જેનાં મન ના ડગે
મેરુ તો ડગે જેનાં મન ના ડગે
મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
વિપત્તિ પડે તોય વણસે નહીં;
સોઈ હરિજનનાં પ્રમાણજી... મેરુ...
ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,
ને કોઈની કરે નહિ આશજી;
દાન દેવે પણ રહે અજાસી,
રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરુ...
હરખ ને શોકની આવે નહી હેડકી,
આઠ પહોર રહે આનંદજી,
નિત્ય રે નાચે સત્સંગમાં ને
તોડે માયા કેરા ફંદજી... મેરુ...
તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
તે નામ નિજારી નર ને નારજી,
એકાંતે બેસીને આરાધના માંડે તો,
અલખ પધારે એને દ્વારજી... મેરુ...
સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
શીશ તો કર્યાં કુરબાન રે,
સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
જેણે મેલ્યાં અંતરનાં માન રે... મેરુ...
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહે ભરપુરજી,
ગંગા સતી એમ બોલિયાં,
જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી... મેરુ...
ૐ
- ગંગા સતી
===================================================
B011 Go-to-Index
=================================================== ૧૧. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ!
વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ!
નહિતર અચાનક અંધારા થાશે;
જોતજોતાંમાં દિવસ વહી ગયા પાનબાઇ!
એકવીસ હજાર છસોને કાળ ખાશે... વીજળીને ચમકારે...
ભાઇ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ!
આ તો અધૂરિયાને નો કે’વાય,
આ ગુપત રસનો ખેલ છે અટપટો,
આંટી મેલો તો પૂરણ સમજાય... વીજળીને ચમકારે...
ભાઇ રે! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ!
જાણી લિયો જીવની જાત;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત... વીજળીને ચમકારે...
ભાઇ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ!
તેનો દેખાડું હું તમને દેશ,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ... વીજળીને ચમકારે...
ૐ
- ગંગા સતી
===================================================
B012 Go-to-Index
=================================================== ૧૨. મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે...
મૈત્રીભાવનું...
ગુણથી ભરેલા ગુણીજનને દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે...
મૈત્રીભાવનું...
દીન ક્રુર ને ધર્મવિહિણો, દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે...
મૈત્રીભાવનું...
માર્ગ ભૂલેલાં જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું...
મૈત્રીભાવનું...
( ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે, સૌ માનવ લાવે, )
માનવતાની ધર્મ ભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે...
મૈત્રીભાવનું...
ૐ
( અર્ઘ્ય-સન્માન )
===================================================
B013 Go-to-Index
=================================================== ૧૩. રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં...
બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત ગમતું માંગે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં...
એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં...
તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં...
ૐ
( ભાખ્યાં-બોલ્યાં, ભાંડવું-કડવું કહેવું )
===================================================
B014 Go-to-Index
=================================================== ૧૪. તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?
દેહાભિમાન હૂતો પાશેર, વિધ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.
ૐ
- અખો
===================================================
B015 Go-to-Index
=================================================== ૧૫. પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય
પગ મને ધોવા દ્યો રઘુરાય, મને શક પડ્યો મનમાંહ્ય...
પગ મને... (ટેક)
રામ લક્ષ્મણ જાનકી તીર ગંગાને જાયજી
નાવ માંગી નીર તરવા ગુહ બોલ્યો ગમ ખાઇ...
પગ મને...
રજ તમારી કામણગારી મારી નાવ નાર બની જાયજી,
તો તો મારા રંક જનની આજીવિકા ટળી જાયજી...
પગ મને...
જોઇ ચતુરતા ભીલ જનની જાનકી મુશ્કરાયજી,
અભણ કેવું યાદ રાખે ભણેલા ભૂલી જાયજી...
પગ મને...
દિન દયાળુ આ જગતમાં ગરજ કેવી ગણાયજી,
આપ જેવાને ઉભા રાખી પગ પખાળી જાયજી...
પગ મને...
નાવડીમાં બાવડી ઝાલી રામની ભીલરાયજી,
પારી ઉતારીને બોલ્યા તમે શું લેશો ઉતરાઇ...
પગ મને...
નાઇની કદી નાઇ લે નહીં, આપણે ધંધા ભાઇજી,
કાગ ન માગે ખારવો કદી ખારવાની ઉતરાઇ...
પગ મને...
ૐ
- કવિ કાગ
( ખારવો-વહાણ ચલાવનારો )
===================================================
B016 Go-to-Index
=================================================== ૧૬. જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરિ હરિ તું કહે
જ્યાં લગી આત્મા અંગમાં છે, ત્યાં લગી હરિ હરિ તું કહે... ટેક
હાલતાં હરિ ને ચાલતાં હરિ, ને બેસતાં હરિ તું કહે; (૨)
સુતાં પહેલાં જે સ્મરણ કરે ભાઇ, તેની બોલો જય જય... જ્યાં...
લીધા રે સરખું નામ હરિનું, લઇ શકે તો લે; (૨)
દીઘા રે સરખું દાન છે અન્નનું, દઇ શકે તો દે... જ્યાં...
આ રે સંસારી રે સર્વે ખોટા ને સાચી વસ્તુ બે; (૨)
એક તો પુણ્ય બીજું હરિભજન ભાઇ, જીવડા સમજી લે... જ્યાં...
દૃષ્ટ પદારથ સર્વે ખોટા ને આત્મા અખંડ છે; (૨)
કીડી થકી તે કુંજર લગણ ભાઇ, કાળચક્કરનો ભય... જ્યાં...
એક દિન આંગણે દીવા-વિવાહ, ને વળી ઢોલ શરણાઇ વાગે; (૨)
કહે ‘જીવણ’ એવો એક દિન આવશે, સ્મશાને ધગશે... જ્યાં...
ૐ
- કવિ જીવણ
( કુંજર-હાથી )
===================================================
B017 Go-to-Index
=================================================== ૧૭. પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા
૧૭. અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના... ૧
સૌ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશીને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો... ૨
પ્રભો તું આદિ છે શુચિ પુરૂષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોને અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે... ૩
પિતા છે અકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકૂળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જે સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે... ૪
વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ! નમસ્કાર જ હજો... ૫
અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા... ૬
પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી... ૭
થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ-અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, - તુજ ચરણમાં નાથજી! ધરું... ૮
ૐ
- મહાકવિ નાનાલાલ
( વિમળ-વિમલ-નિર્મલ, શુચિ-શુદ્ધ-પવિત્ર, અહર્નિશ-દિનરાત,
અકાકિ-???, વિભુરાયા-પૃથ્વી ઉપરનાં સર્વવ્યાપી રાજા )
===================================================
B018 Go-to-Index
=================================================== ૧૮. હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી
હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
હે સંકટના હરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
વિષનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
શીતળ છાયાના દેનાર, તારી કરુણાનો કોઈ પાર નથી
મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
મારા દિલમાંયે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
ૐ
( માવતર-માતપિતા )
===================================================
B019 Go-to-Index
=================================================== ૧૯. ગુરુ બિન કૌન બતાવે બાટ? બડા વિકટ યમઘાટ
ગુરુ બિન કૌન બતાવે બાટ? બડા વિકટ યમઘાટ,... (ટેક)
ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
કામ ક્રોધ દો પર્વત ઠાઢે, લોભ ચોર સંગાથ... ગુરુ બિન...
મદ મત્સરકા મેહ બરસત, માયા પવન બહે દાટ,
કહત કબીર સુનો ભઇ સાધો, ક્યોં તરના યહ ઘાટ... ગુરુ બિન...
ૐ
- સંત કબીર
( હિંદી, ઠાઢે-ઊભા રહેલ, મદ-ગર્વ, મત્સરકા-ઈર્ષા, દાટ-ભરચક )
===================================================
B020 Go-to-Index
=================================================== ૨૦. ઇસ તન-તનકી કૌન બડાઇ?
ઇસ તન-તનકી કૌન બડાઇ?
દેખત નૈનોમેં મિટ્ટી મિલાઇ!
અપને ખાતિર મહલ બનાયા,
આપ હિ જાકર જંગલ સોયા!
હાડ જલે જૈસે લકડી કી મૌલી
બાલ જલે જૈસે ઘાસ કી પોલી
કહત કબીરા સુન મેરે ગુનિયા
આપ મુવે પિછે ડુબ ગઇ દુનિયા.
ૐ
- સંત કબીર
( હિંદી )
===================================================
B021 Go-to-Index
=================================================== ૨૧. ભજો રે ભૈયા રામ ગોવિંદ હરી
ભજો રે ભૈયા રામ ગોવિંદ હરી... ટેક
જપ તપ સાધન કછુ નહિં લાગત,
ખરચત નહિં ગઠરી... ભજો...
સંતત સંપત સુખ કે કારણ,
જાસે ભૂલ પરી... ભજો...
કહત કબીર જા મુખ રામ નાહિં,
વો મુખ ધુલ ભરી... ભજો...
ૐ
- સંત કબીર
( હિંદી )
===================================================
B022 Go-to-Index
=================================================== ૨૨. ધૂંધટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે
ધૂંધટ કા પટ ખોલ રે તોકો પીવ મિલેંગે,
ઘટ ઘટમેં વહ સાંઇ રમતા, કટુક વચન મત બોલ... ટેક
ધન જોબનકો ગર્વ ન કીજૈ, જૂઠા પચરંગ ચોલ રે,
સુન્ન મહલમેં દિયના બારિ લે, આસન સોં મત ડોલ રે... ૧
જાગ જુગુતસોં રંગ-મહલમેં, પિય પાયો અનમોલ રે,
કહૈ કબીર આનંદ ભયો હૈ, બાજત અનહદ ઢોલ રે... ૨
ૐ
- સંત કબીર
( હિંદી )
===================================================
B023 Go-to-Index
=================================================== ૨૩. મન લાગો મેરો યાર ફકીરીમેં
મન લાગો મેરો યાર ફકીરીમેં... ટેક
જો સુખ પાવે રામ ભજનમેં,
સો સુખ નાહિ અમીરીમેં... મન લાગો...
ભલા બુરા સબકા સુનિ લીજૈ,
કર ગુજરાન ગરીબીમેં... મન લાગો...
પ્રેમ નગરમેં રહનિ હમારી,
ભલિ બનિ આયી સબૂરીમેં... મન લાગો...
હાથમેં હૂંડી બગલમેં સોટા,
ચારો દિસિ જાગીરીમેં... મન લાગો...
આખિર યહ તન ખાક મિલૈગા,
કહાં ફિરત મગરુરીમેં?... મન લાગો...
કહત કબીર સુનો ભાઇ સાધો,
સાહિબ મિલૈ સબૂરીમેં... મન લાગો...
ૐ
- સંત કબીર
( સબૂરી-ધીરજ )
===================================================
B024 Go-to-Index
=================================================== ૨૪. રઘુવર તુમકો મેરી લાજ
રઘુવર તુમકો મેરી લાજ... (ટેક)
સદા સદા મૈં સરન તિહારી,
તુમ બડે ગરીબનવાજ... રઘુવર તુમકો...
પતિત ઉધારન બિરુદ તિહારો,
સ્ત્રવનન સુની અવાજ;
હૌં તો પતિત પુરાતન કહિયે,
પાર ઉતારો જહાજ... રઘુવર તુમકો...
અઘ ખંડન દુઃખ-ભંજન જન કે
યહી તિહારો કાજ;
તુલસીદાસ પર કિરપા કરીયે
ભક્તિ દાન દેહુ આજ... રઘુવર તુમકો...
ૐ
- તુલસીદાસ
( હૌં- હું, અઘ-પાપ )
===================================================
B025 Go-to-Index
=================================================== ૨૫. તૂ દયાલુ દીન હૌં, તૂ દાની હૌં ભિખારી
તૂ દયાલુ દીન હૌં, તૂ દાની હૌં ભિખારી;
હૌં પ્રસિદ્ધ પાતકી, તૂ પાપપુંજ હારી... પ્રભુ તૂ...
નાથ તૂ અનાથકો, અનાથ કૌન મોસો?
મો સમ આરત નહિ, આરત હર તોસો... પ્રભુ તૂ...
બ્રહ્મ તૂ , હૌં જીવ, તૂ ઠાકુર, હૌં ચેરો;
તાત, માત, ગુરુ, સખા તૂ, સબ વિધિ હિતુ મેરો... પ્રભુ તૂ...
મોંહિ મોંહિ નાતે અનેક માનિયે જો ભાવૈ;
જ્યોં ત્યોં તુલસી કૃપાલુ ચરન સરન પાવૈ... પ્રભુ તૂ...
ૐ
- તુલસીદાસ
( પાતકી-પાપી, આરત-દુઃખી )
===================================================
B026 Go-to-Index
=================================================== ૨૬. સબસે ઊંચી પ્રેમ સગાઇ
સબસે ઊંચી પ્રેમ સગાઇ... (ટેક)
દુર્યોધનકો મેવા ત્યાગો,
સાગ વિદુર ઘર પાઇ... સબસે ઊંચી...
જૂઠે ફલ શબરીકે ખાયે,
બહુવિધિ પ્રેમ લગાઇ;
પ્રેમકે બસ નૃપ-સેવા કીન્હી,
આપ બને હરિ નાઇ... સબસે ઊંચી...
રાજસુ-યજ્ઞ યુધિષ્ઠિર કીનો,
તામેં જૂઠ ઉઠાઇ;
પ્રેમકે બસ અર્જુન-રથ હાંક્યો,
ભૂલ ગયે ઠકુરાઇ... સબસે ઊંચી...
ઐસી પ્રીતિ બઢી વૃંદાવન,
ગોપિન નાચ નચાઇ;
સૂર ક્રૂર ઇસ લાયક નાહીં,
કહાં લગિ કરૌં બડાઇ... સબસે ઊંચી...
ૐ
- સૂરદાસ
( હિંદી )
===================================================
B027 Go-to-Index
=================================================== ૨૭. અબકી ટેક હમારી, લાજ રાખો ગિરિધારી
અબકી ટેક હમારી, લાજ રાખો ગિરિધારી... (ટેક)
જૈસી લાજ રાખી અર્જુનકી ભારત યુદ્ધ મંઝારી,
સારથિ હોકે રથકો હાંકો ચક્ર સુદર્શનધારી,
ભક્તન કી ટેક ન ટારી... અબકી ટેક...
જૈસી લાજ રાખી દ્રૌપદીકી હોને ન દીન્હી ઉધારી
ખૈંચત ખૈંચત દો ભુજ થાકે દુઃશાસન પચહારી,
ચીર બઢાયો મુરારી... અબકી ટેક...
સૂરદાસકી લાજ રાખો, અભ કો હૈ રખવારી,
રાધે રાધે શ્રીવર પ્યારો શ્રીવૃષભાન-દુલ્હારી,
શરણ તક આયો તુમ્હારી... અબકી ટેક...
ૐ
- સૂરદાસ
( પચહારી-??? )
===================================================
B028 Go-to-Index
=================================================== ૨૮. નિર્ધન કે ધન રામ હમારે
નિર્ધન કે ધન રામ હમારે
નિર્ધન કો ધન રામ;
ખર્ચે ન ખૂટે, ચોર ન લૂંટે,
વિકટ સમય આવે કામ... નિર્ધન...
દિન દિન હોત સવાયો દોઢો,
ઘટત નાહિ એકે દામ;
સુરદાસ પ્રભુ વાકી પુંજી,
પારસ કો કૌન કામ... નિર્ધન...
ૐ
- સૂરદાસ
===================================================
B029 Go-to-Index
=================================================== ૨૯. પ્રભુજી! તુમ ચંદન હમ પાની
પ્રભુજી! તુમ ચંદન હમ પાની,
જાકી અંગ અંગ બાસ સમાની... પ્રભુજી!...
પ્રભુજી, તુમ ઘન બન હમ મોરા,
જૈસે ચિતવત ચંદ્ર ચકોરા... પ્રભુજી!...
પ્રભુજી, તુમ દીપક હમ બાતી,
જાકી જોતિ બરૈ દિન રાતી... પ્રભુજી!...
પ્રભુજી, તુમ મોતી હમ ધાગા,
જૈસે સોનહિં મિલત સુહાગા... પ્રભુજી!...
પ્રભુજી, તુમ સ્વામી હમ દાસા,
ઐસી ભક્તિ કરે રૈદાસા... પ્રભુજી!...
ૐ
- સંત રૈદાસ
( હિંદી )
===================================================
B030 Go-to-Index
=================================================== ૩૦. ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ
ઉઠ જાગ મુસાફિર ભોર ભઇ
અભ રૈન કહાં જો સોવત હૈ.
જો સોવત હૈ સો ખોવત હૈ,
જો જાગત હૈ સો પાવત હૈ... ઉઠ જાગ...
ઉઠ નીંદસે અખિયાં ખોલ જરા;
ઓ ગાફિલ રબસે ધ્યાન લગા,
યહ પ્રીત કરનકી રીત નહીં
રબ જાગત હૈ તૂ સોવત હૈ... ઉઠ જાગ...
અય જાન ભુગત કરની અપની
ઓ પાપી પાપમેં ચૈન કહાં?
જબ પાપકી ગઠડી સીસ ધરી,
અબ સીસ પકડ ક્યોં રોવત હૈ?... ઉઠ જાગ...
જો કાલ કરે સો આજ કર લે,
જો આજ કરે સો અબ કર લે;
જબ ચિડિયન ખેતી ચુગ ડાલી,
ફિર પછતાયે ક્યા હોવત હૈ... ઉઠ જાગ...
ૐ
( હિંદી )
===================================================
B031 Go-to-Index
=================================================== ૩૧. નામ જપન ક્યોં છોડ દિયા?
નામ જપન ક્યોં છોડ દિયા?... (ટેક)
કામ ન છોડા, ક્રોધ ન છોડા
સત્ય બચન ક્યોં છોડ દિયા?... નામ જપન...
જુઠે જગમેં દિલ લલચાકર
અસલ વતન ક્યોં છોડ દિયા?... નામ જપન...
કૌડીકો તો ખૂબ સમ્હાલા
લાલ રતન ક્યોં છોડ દીયા?... નામ જપન...
જિહિ સુમિરનસે અતિ સુખ પાવે
સો સુમિરન ક્યોં છોડ દિયા?... નામ જપન...
'ખાલસ' એક ભગવાન ભરોંસે
તન મન ધન ક્યોં ન છોડ દિયા?... નામ જપન...
ૐ
- ખાલસ
( હિંદી )
===================================================
B032 Go-to-Index
=================================================== ૩૨. પ્રભુ તમે છો મારા જીવનરથનાં સારથિ
પ્રભુ તમે છો મારા જીવનરથનાં સારથિ... (ટેક)
જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી... મારા...
મારું તારું મનથી મુકું, ભક્તિ કેરો પંથના ચુંકુ
મનડું મારું કદીના વીસરે, આ દુનિયા છે સ્વારથી... મારા...
ૐ
આગે ધંધા પીછે ધંધા, ધંધા મધ્યે ધંધા.
ધંધા મધ્યે ધ્યાન લગાવે, વો સાહેબ કા બંદા.
ૐ
===================================================
B033 Go-to-Index
=================================================== ૩૩. આંખ મારી ઉધડે ત્યાં નંદલાલા દેખું
આંખ મારી ઉઘડે ત્યાં નંદલાલા દેખું,
ધન્ય મારુ જીવન કૃપા એની લેખુ.
રામ-કૃષ્ન-રામ-કૃષ્ન-1 રસના ઉચ્ચારે,
પ્રભુનો-2 આનંદ મારે અંતર આવે.
રામાયણને-ગીતા-3 મારી અંતર આંખો,
પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો.
પ્રભુનાં-4 ભક્તો છે મારા સગાને સંબંધી,
તુટી ગ્રંથિ છુટી મારી માયાની બંધી.
પ્રભુનાં વિચારો મારે અઢળક નાણું,
ગાવુ મારે નિશદિન રામનું-5 ગાણું.
શુદ્ધ ભક્તિ વધે મારી પૂર્ણિમાં જેવી,
સૌ-સંતો-6 આશિષ સદા દેજો એવી.
ૐ
(1-બાલ-કૃષ્ન-બાલ-કૃષ્ન, 2-હરિનો, 3-ભાગવતને-ગીતા,
4-હરિનાં, 5-કનૈયાનું, 6-સંતો-ભક્તો )
===================================================
B034 Go-to-Index
=================================================== ૩૪. હે ઓધવજી એમ, મારા વ્હાલાને, એ વઢીને કેહજો રે
(સાખી)
હે ગોકુળયું ગમતું નથી અને જમના એ લાગે ખારી ઝેર,
પણ વ્હાલાની હારે રે અરે રે તે તો શીદને કરાવ્યા સામળા.
(ભજન)
હે ઓધવજી એમ, મારા વ્હાલાને, એ વઢીને કેહજો રે,
માને તો મનાવી લેજો રે... મારા વ્હાલાને....
મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલી ગ્યા છો,
માનેથી ને મોલે ગયા છો... હે ઓધવજી....
એક વાર ગોકુળ આવો, માતાજીને પોઢે થાઓ રે,
ગાયોને હંભાળી જાઓ રે... હે ઓધવજી....
દાસ રે મીઠાના સ્વામી, હાંભળોને અંતરયામી,
હશે કાંઈ અમારામાં ખામી... હે ઓધવજી....
ૐ
( સામળા- સ્યામળા )
===================================================
B035 Go-to-Index
=================================================== ૩૫. સુનલે પુકાર મેરી, બંસી બજાને વાલે
(દોહા)
સુમિરન કી સુધ લેત હે, ભીડ પડી ગજરાજ.
જાકો જગમે કોઈ નહી, ઉનકે તું ગરીબ નવાઝ.
(ભજન)
સુનલે પુકાર મેરી, બંસી બજાને વાલે.
અબ બીગડી મેરી બનાદે, તું બીગડી બનાને વાલે... સુનલે...
તેરી દ્રોપદી સભા મે ધેરી, તબ ચીરોકી કરદી ઢેરી,
પલકી કભી નહી દેરી, ઉનકી લજીયા બચાને વાલે... સુનલે...
મીલને સુદામા આયે, તાંડુલ જરા સે લાયે,
મનમે બડે સુહાએ, ઉનકી વિપતી મિટાને વાલે... સુનલે...
ગજરાજને પુકારા, તબ આયે ગરુડ સિધારા,
ઝુડ માર કે ઉબારા, ઉનકા બંધન છુડાને વાલે... સુનલે...
બલરામને પુકારા, અબ તો સુનલે બચન હમારા,
અબ તો કર દે જરા ઈશારા, જલવા દીખાને વાલે... સુનલે...
ૐ
===================================================
B036 Go-to-Index
======================================================================================================
B037 Go-to-Index
======================================================================================================
B038 Go-to-Index
======================================================================================================
B039 Go-to-Index
======================================================================================================
B040 Go-to-Index
======================================================================================================
B041 Go-to-Index
======================================================================================================
B042 Go-to-Index
======================================================================================================
B043 Go-to-Index
======================================================================================================
B044 Go-to-Index
======================================================================================================
B045 Go-to-Index
======================================================================================================
B046 Go-to-Index
======================================================================================================
B047 Go-to-Index
======================================================================================================
B048 Go-to-Index
======================================================================================================
B049 Go-to-Index
======================================================================================================