>>>
શ્રી ગણેશાય નમઃ
Title: Gujarati-04-Bhajans
Gujarati-01-Bhajans Gujarati-02-Bhajans Gujarati-03-Bhajans
Gujarati-04-Smarananjali Gujarati-12-Bavani
<<<
===================================================
B001 Go-to-Index
===================================================૧. આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો
આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો,
સેવકનાં હૃદયામાં રહેજો... સંદેશો...
કાયાનાં દેવળ અમને કાચાં રે લાગે,
તેનો ભરોસો અમને દેજો... સંદેશો...
કાયા પડશેને હંસા ક્યા જઈ સમાશે,
તે ઘર બતલાવી અમને દેજો... સંદેશો...
બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે,
તેનાં તે દર્શન અમને દેજો... સંદેશો...
જનમો જનમ મારા રૂદીયામાં રહેજો,
એવી તે વૃત્તિ અમને દેજો... સંદેશો...
ધર્મદાસની અરજી સુણો રે ગોંસાઈ,
ભક્તિને મુક્તિ અમને દેજો... સંદેશો...
ૐ
===================================================
B002 Go-to-Index
===================================================૨. એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી... (ટેક)
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી...
મહાનલ... એક જ દે ચિનગારી...
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી...
મહાનલ... એક જ દે ચિનગારી...
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી...
મહાનલ... એક જ દે ચિનગારી...
ૐ
- હરિહર ભટ્ટ
===================================================
B003 Go-to-Index
===================================================૩. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ,
અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહિ. ૧
પત્થર પૂજ્યા પૃથ્વીતણા, ત્યારે દીઠું તમ મુખડું,
એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છૂંદશો નહિ. ૨
કાઢી મુખેથી કોળિયો, મ્હોંમાં દઇ મોટા કર્યા,
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. ૩
હેતે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
એ કોડના પૂરનારના, કોડ પુરવા ભૂલશો નહિ. ૪
લાખો કમાતા હો ભલે, (પણ) મા-બાપ જેના ના ઠર્યા,
એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ. ૫
સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો,
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ. ૬
ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
એની અમીમય આંખોને, ભૂલીને ભીંજવશો નહિ. ૭
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ૮
ધન ખરચતાં મળશે બધું, (પણ) માતાપિતા મળશે નહિ,
એનાં પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ. ૯
ૐ
===================================================
B004 Go-to-Index
===================================================૪. મારા રામ કરે રખવાળા
મારા રામ કરે રખવાળા
સૌના રામ કરે રખવાળા રે... રામ... (ટેક)
હે...જી...આ દુનિયામાં નોધારાનો,
એક જ છે આધાર... (૨)
કીડીને કણ હાથીને મણ
દૈનારો દાતાર રે... (૨) મારા રામ...
હે...જી...અંધ અપંગ અમીર ગરીબનો,
સૌનો પાલનહાર...(૨)
જીવ માત્રની જવાબદારી,
પોતે જાળવનાર રે...(૨) મારા રામ...
હે...જી...મોંઘો માનવ દેહ મળ્યો,
તને મળે ન વારંવાર... (૨)
રામ ભજન કર પ્રભુ ભજન કર,
થાશે બેડો પાર રે...(૨) મારા રામ...
ૐ
( જવાબદારી – जिम्मैवारी, જાળવનાર – पूर्ण करनार )
===================================================
B005 Go-to-Index
===================================================૫. દુનિયા બોલે તેને બોલવા દઈએ
દુનિયા બોલે તેને બોલવા દઈએ,
આપણે રામ ભજનમાં રહીએ...
સીતારામ રાધેશ્યામ, રાધેશ્યામ સીતારામ... (ટેક)
હંસલો ને બગલો એકજ રંગના,
હંસલો કોને કહીએ?...
હંસપણું જો જાણીએ તો,
મોતીડા ચુની ચુની લઈએ... આપણે રામ...
જગતને ભગત એકજ રંગના,
તેમાં ભક્ત કોને કહીએ?...
ભક્તપણું જો જાણીએ,
તો સૌના મેણાં સહીલઇએ... આપણે રામ...
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
ચરણ કમલ ચિત્ત દઈએ,
શરણપણુઁ જો જાણીએ તો,
ગોવિંદના ગુણ ગાઈએ... આપણે રામ...
ૐ
===================================================
B006 Go-to-Index
===================================================૬. એક જ અરમાન છે મને
એક જ અરમાન છે મને... મારૂં જીવન સુગંધી બને (૨)... (ટેક)
ફુલડુ બનું કે ભલે ધૂપ સળી થાઉં,
આશા છે સામગ્રી પૂંજાની થાઉં (૨)
ભલે કાયા રાખ થઇને... મારૂં... એક જ...
તડકા છાયા કે વા વર્ષાના વાયા,
તો યે કુસુમો કદિ ના કરમાયા (૨)
ઘાવ ખીલતાં ખીલતાં એ ખમે... મારૂં... એક જ...
જગની ખારાશ બધી ઉરમાં સમાવે,
તો યે સાગર મીઠી વર્ષા વરસાવે (૨)
સદા ભરતીને ઓટમાં રમે... મારૂં... એક જ...
વાતાવરણમાં સુગંધના સમાતી,
જેમ જેમ સુખડ ઓરશીયે ઘસાતી (૨)
પ્રભુ તારે ઘસાવું ગમે... મારૂં... એક જ...
ગૌરવ મહાન છે પ્રભુ તારે કેરૂં,
ના જગમાં કોઇ એથી અટકેલું (૨)
પ્રાર્થ તેથી પ્રભુને ગમે... મારૂં... એક જ...
ૐ
===================================================
B007 Go-to-Index
===================================================૭. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય
વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય... ખાય... ખાય... (ટેક)
શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માતપિતાની કરતો
તીર્થે તીર્થે ડગલાં ભરતો ચાલ્યો જાય... જાય... જાય...
સેવા માતપિતાની કરવા, શ્રવણ જાયે પાણી ભરવા
ઘડુલો ભરતાં મૃગના જેવા શબ્દ થાય... થાય... થાય...
દશરથ મૃગયા રમવા આવે મૃગલું જાણી બાણ ચડાવે
બાણે શ્રવણના જીવ જાય, છોડી કાય... કાય... કાય...
અંધ માતપિતા ટળવળતાં, દીધો શાપ જ મરતાં મરતાં
મરજો દશરથ પુત્ર સમરણ કરતાં હાય... હાય... હાય...
જ્યારે રામજી વન સંચરિયા, દશરથ પુત્ર વિયોગે મરિયા
‘અમરતગર’ કહે દુઃખના દરિયા ઉભરાઈ જાય... જાય... જાય...
વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય... ખાય... ખાય...
ૐ
===================================================
B008 Go-to-Index
===================================================૮. એવી છે કુદરતની કળા, અણધાર્યુ તે આગળ થાય
એવી છે કુદરતની કળા, અણધાર્યુ તે આગળ થાય.
આપણું ધાર્યુ કાંઈ નવ થાય, પ્રભુનું ધાર્યુ આગળ થાય...
રાજા દશરથ એના મનમાં વિચારે,
વહેલી સવારે રામને ગાદીએ બેસાડું,
વહેલી સવારે રામ વનવાસ જાય... અણધાર્યુ...
રાજા રાવણ તો અતિ મહા બળિયો,
સીતા માતાનું હરણ કરી ગયો,
સોનેરી લંકામાં લાગી છે લાય... અણધાર્યુ...
અર્જુન નંદન મહા પરાક્રમી,
સાતે કોઠા જીતવાને યુધ્ધે ચઢયો,
સાતમે કોઠે વ્હાલો રણમાં રોળાય... અણધાર્યુ...
શેઠ સાગળશાને ચંગાવતીરાણી,
બ્રાહ્મણ જનોને ભોજન કરાવે,
પુત્ર ચેલૈયો ખાંગણીએ ખંડાય... અણધાર્યુ...
સદ્-ગુરૂ કબીરજી સ્વર્ગે સીધાવ્યા,
હિન્દુ ને મુસ્લિમ ઝઘડો ચલાવે,
ચાદર ખસેડતા ફુલડાં દેખાય... અણધાર્યુ...
ૐ
===================================================
B009 Go-to-Index
===================================================૯. ધન ન માગું, દોલત ન માગું, માગું તમારો સાથ
ધન ન માગું, દોલત ન માગું, માગું તમારો સાથ...
મુજને દર્શન દ્યો ભગવાન (૨)
સમય સમયની છે બલિહારી, તુજકો પુકારે ભક્તો ભિખારી,
બારણે આવ્યો બાળક તમારો, જોડીને બે હાથ... મુજને...
સગા સબંધી સુખના બેલી, દુઃખ પડે ત્યારે કોઈના બેલી,
દુઃખના ડુંગર આવી પડે ત્યારે, પકડો મારો હાથ... મુજને...
ભજન મંડળ તુજકો પુકારે, કહો પ્રભુજી ક્યારે આવો,
બાળક તમારો રાહ જુએ છે, દિન અને રાત... મુજને...
જેવી છે આ વાદળની છાયા, તેવી છે આ જગતની માયા,
મૃત્યુ લોકમાં આવી મુજને, મુક્તિ અપાવો આજ... મુજને...
ૐ
===================================================
B010 Go-to-Index
===================================================. . . સ્મરણાંજલિ – ભાગ ૧ . . .
૧૦. ભજન - શ્રી ગુરૂને પાયે લાગું, પહેલા વહેલા
(રાગ ગોડી)
શ્રી ગુરૂને પાયે લાગું, પહેલા વહેલા, શ્રી ગુરૂને પાયે લાગું,
કૃપા કરો તો કૃષ્ન સેવા કરું, બીજું હું કાંઇ ન માંગું...
પહેલા વહેલા.
દીયો ઉપદેશ સદા સુખકારી, જો મન નિર્મલ હોય,
ત્રિવિધ તાપ, મત્સર મોહ મમતા, વિકાર સઘળો જાય...
પહેલા વહેલા.
ગુરૂ દર્શનનો મહિમા મોટો, જાણે સંત સુજાણ,
ભાવ ધરી જે કોઇ સેવા કરશે, પામે પદ નિર્વાણ...
પહેલા વહેલા.
વેદ પુરાણ ભાગવત બોલે, જેને હોયે ગુરૂજીનો દ્રઢવિશ્વાસ,
શ્રીગુરૂ નારાયણ તેને મળશે, કહે જન વૈષ્ણવદાસ...
પહેલા વહેલા.
ૐ
===================================================
B011 Go-to-Index
===================================================૧૧. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ( સાંજની પ્રાર્થના )
સંસ્કૃત શ્લોક –
યં બ્રહ્માવરુણેન્દ્રરૂદ્રમરુતઃ સ્તુવન્તી દિવ્યૈઃ સ્તવૈર્
વેદૈઃ સાંગપદક્રમોપનિષદૈર્ ગાયન્તિ યં સામગાઃ ।
ધ્યાનાવસ્થિતતદ્ગતેન મનસા પશ્યત્નિ યં યોગિનો
યસ્યાન્તં ન વિદુઃ સુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ ।।
વંદના –
જેને દિવ્ય સ્તવો વડે સ્તવી રહ્યાં, સૂર્યાગ્નિ વા વાદળાં
જેના મંત્ર, પુરાણ, શાસ્ત્ર ભજનો, ગાયે ૠષિ વ્યાકુળાં;
યોગી ધ્યાન ધરી જ, સંયમ કરી, જેની કરે ઝંખના
જેનો પાર ન કોઈયે લહી શક્યા, તે દેવને વંદના.
શ્રી અર્જુન બોલ્યાઃ
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ, કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો. (૧)
શ્રી ભગવાન બોલ્યાઃ
મનની કામના સર્વે છોડીને, આત્મામાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો. (૨)
દુઃખે ઉદ્વેગનાં ચિત્તે, સુખોની ઝંખના ગઈ,
ગયા રાગ, ભય, ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો. (3)
આસક્ત નહિ જે ક્યાંય, મળ્યે કાંઈ શુભાશુભ,
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૪)
કાચબો જેમ અંગોને, તેમ જે વિષયો થકી,
સંકેલે ઈન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૫)
નિરાહારી શરીરિનાં, ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરમ. (૬)
પ્રયત્નમાં રહે તોયે, શાણા યે નર ના હરે,
મનને ઈન્દ્રિયો મસ્ત, વેગથી વિષયો ભણી. (૭)
યોગથી તે વશે રાખી, રહેવું મત્ પરાયણ,
ઈન્દ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૮)
વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે. (૯)
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે,
સ્મૃતિ લોપે બુદ્ધિ નાશ, બુદ્ધિનાશે વિનાશ છે. (૧૦)
રાગને દ્વેષ છુટેલી, ઈન્દ્રિયો વિષયો ગ્રહે,
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા. (૧૧)
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો, સૌ નાશ પામતાં,
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર. (૧૨)
અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના,
ન ભાવ હીનને શાંતિ, સુખ ક્યાંથી અશાંતને. (૧૩)
ઈન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે. (૧૪)
તેથી જેણે બધી રીતે, રક્ષેલી વિષયો થકી,
ઈન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર. (૧૫)
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી,
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા. (૧૬)
સદા ભરાતા અચલ પ્રતિષ્ઠ,
સમુદ્રમાં નીર બધાં પ્રવેશે,
જેમાં પ્રવેશે સહુ કામ તેમ,
તે શાંતિ પામે નહિ કામ કામી. (૧૭)
છોડીને કામના સર્વે, ફરે જે નર નિઃસ્પૃહ;
અહંતા મમતા મૂકી, તે પામે શાંતિ ભારત. (૧૮)
આ છે બ્રહ્મ દશા એને, પામ્યે ના મોહમાં પડે,
અંત કાળેય તે રાખી, બ્રહ્મ નિર્વાણ મેળવે. (૧૯)
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ;
ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ,
ત્વમેવ સર્વમ મમ દેવ દેવ.
અસત્યો માંહેથી પ્રભુ, પરમ સત્યે તું લઈ જા,
ઉંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા,
મહા મૃત્યુમાંથી અમૃત સમીપે નાથ તું લઈ જા,
તું હીણો હું છું તો, તુજ દરશનાં દાન દઈજા.
ૐ અસતો મા સદ્ ગમય ।
તમસો મા જ્યોતિર્ગમય ।
મૃત્યોર્ માઽમૃતં ગમય ॥
ૐ
===================================================
B012 Go-to-Index
===================================================૧૨. કાહે ન મંગલ ગાયે જશોદા મૈંયા
( રાગ – ગોડી )
કાહે ન મંગલ ગાયે જશોદા મૈંયા, કાહે ન મંગલ ગાયે,
પુરણ બ્રહ્મ અખંડ અવિનાશી, સો તેરી ધેનૂ ચરાવે... જશોદા મૈંયા.
કોટિ કોટિ બ્રહ્માંડના કર્તા, જપ તપ ધ્યાન ન આવે,
ના જાણું એ કોન પુણ્યસે, તાકો ગોદ ખિલાવે... જશોદા મૈંયા.
બ્રહ્માદિક ઈન્દ્રાદિક શંકર, નિગમ નેતિ કરી ગાવે,
શેષ સહસ્ર મુખે જપત નિરંતર સો તાકો પાર ન પાવે...
જશોદા મૈંયા.
સુંદર વદન કમલ દલ લોચન, ગૌધેનુ કે સંગે આવે,
આરતી કરત જશોદા મૈંયા, કબીરજી દર્શન પાવે... જશોદા મૈંયા.
ૐ
( જશોદા મૈંયા. – પછી આગળ ગાવું નહી, બીજી કડી લેવી )
===================================================
B013 Go-to-Index
===================================================૧૩. બહુત ભલો હે ભાઈ, અવસર
( રાગ – ગોડી )
બહુત ભલો હે ભાઈ, અવસર બહુત ભલો હે ભાઈ
મનષા દેહ દેવતાકો દુર્લભ, સો દેહ તેઁ પાઈ... અવસર.
તજ પાખંડ અવિદ્યા પ્રપંચ, છોડ ગુમાન બડાઈ,
માત તાત સ્વારથ કે લોભી, માયા જાળ બંધાઈ... અવસર.
જબ લગ જરા નિકટ નહીં તેરે, લે ગુરુ જ્ઞાન બડાઈ,
સંત સંગત મલી ભજો ભગવંત, સોહી સકલ સુખદાઈ... અવસર.
કરું પોકાર ચેત નર અંધે, આ તન એળે ગુમાઈ,
કહેત કબીર દેહ કાચકો કુંપો, બિનસત બેર ન લાઈ... અવસર.
ૐ
( અવસર.– પછી આગળ ગાવું નહી, બીજી કડી લેવી )
===================================================
B014 Go-to-Index
===================================================૧૪. જોને વિચારી તું જીવડા
જોને વિચારી તું જીવડા, શા સુખમેં, મોહી રહ્યોજી... (ટેક)
હાં રે જોને વિચારી તું જીવડા, શા સુખમેં, મોહી રહ્યોજી.
હાં રે જોને વિચારી તું જીવડા
આવ્યો ત્યારે તું એકલો, જાતાં એકલો જાવુંજી; (૨)
વચમેં સંબંધ શા કામના, માયા જાળમેં બંધાયોજી... જોને...
મારૂં મારૂં શું કરી રહ્યો, નહિ મળે તારું તનજી;
જૂઠા રે પુત્ર ને પ્રેમદા, જૂઠો ભવનો ભંડારજી... જોને...
ધન રે મળ્યાનો ધર્મ એજ છે, જે કાંઈ હાથે વપરાયજી;
અંત સમે સહુ મે’લી જશે, પલમેં થશે પરાયોજી... જોને...
જમ રે જોરાવર લઈ જશે, મેલશે ચોર્યાશીમેં ઠેલીજી;
દારુણ દુઃખ જન્મ મરણનું, ત્યાં કોણ તારો બેલીજી... જોને...
સાચું સગપણ હરિગુરુ સંતનું, જીવને જાલમેંથી કાઢેજી;
સુખ રે આપીને દુઃખ દૂર કરે, પરિબ્રહ્મને ભેટાવેજી... જોને...
માની શકે તો માનજે, લેવો મનષાનો લ્હાવોજી;
દાસ કબીર સાચું કહે, ફરી નહીં મળે આવો દાવજી... જોને...
ૐ
===================================================
B015 Go-to-Index
===================================================૧૫. ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો
ભુલ્યો મન ભમરા તું ક્યાં ભમ્યો, દિવસને રાતજી;
માયાનો બાંધ્યો પ્રાણીઓ, સમજ્યો નહિ શુદ્ધ વાતજી... (ટેક)
કુંભ કાચો ને કાયા જાવરું, જોઈને કરો રે જતનજી;
વણસંતા વાર લાગે નહિ, રાખે રૂડું રતનજી...
કોના છોરું, કોના વાછરું, કોના મા ને કોના બાપજી;
અંત કાલે જાવું એકલો, સાથે પુન્ય પાપજી...
જે ઘેર નોબત વાજતી, રુડા છત્રીશ રાગજી;
ખંડેર થઈ ખાલી પડયાં, કાળા ઉડે રે કાગજી...
જીવની આશા ડુંગર જેવડી, મરણ પગલાંને હેઠજી;
મોટા મોટા ચાલી ગયા, લાખો લખપતિ શેઠજી...
ઉલટી નદી પૂર ઉતરી, જાવું પેલે પારજી;
આગળ નીર મળે નહીં, જે જોઈએ તે લેજો સાથજી...
સત્કર્મ સત્ વસ્તુ ઓ’રજો, ઈશ્વર સ્મરણ સાથજી;
કબીર જુહારીને નીસર્યા, લેખું સાહેબને હાથજી...
ૐ
===================================================
B016 Go-to-Index
===================================================૧૬. સદ્ગુરુ સંત કબીર પાયે લાગું
સદ્ગુરુ સંત કબીર પાયે લાગુંય (ગુરુ મારા) સદ્ગુરુ સંત કબીર
અબુધ જીવડો મારો માયામાં ફસાયો,
લક્ષરે ચોર્યોસી યોનીમાં અટવાયો.
ઉગારો દીનાનાથ... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર...
જોરું છોરું ને ભેરું કોઇ નથી મારું,
ભજન વિના જીવન એળે ગયું મારું.
આપો ભક્તિનું જ્ઞાન... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર...
જીવન નૈયા મારી ડગમગ ડોલે,
ભક્તોના સદ્ગુરુ કબીર કૃપા કરો.
ઉતારો ભવજળ પાર... ગુરુ મારા સદ્ગુરુ સંત કબીર
ૐ
===================================================
B017 Go-to-Index
===================================================૧૭. આરતી – આરતી હો દેવ શિરોમણિ તેરી
આરતી હો દેવ શિરોમણિ તેરી, અવિગત વિગત જુગત નહીં જાણું,
ક્યોં પહોંચે બુધ મેરી, આરતી હો દેવ શિરોમણિ તેરી
... આરતી હો.
નિરાકાર નિર્લેપ નિરંજન, ગુણ અતીત તુમ દેવા,
જ્ઞાન ધ્યાન સે રહેત ન્યારા, કિસબિધ કીજે સેવા
... આરતી હો.
નિગમ નેતિ બ્રહ્માદિક ખોજે, શેષ પાર નહીં પાવે,
શંકર ધ્યાન ધરે નીશીબાસર, સોભી અગમ બતાવે
... આરતી હો.
સબ ગાયે અનુમાન આપણે, તમો ગતિ લખીએ ન જાયે,
કહેત કબીર કૃપા કરી જન પર, જ્યોં હૈ ત્યોં સમજાયે
... આરતી હો.
ૐ
(મૌન પ્રાર્થના)
(આરતી હો. – પછી આગળ ગાવું નહી, બીજી કડી લેવી )
===================================================
B018 Go-to-Index
===================================================૧૮. આરતી – આરતી હો દેવ શિરોમણિ તેરી
શ્રી પદ્મનાભ પરિબ્રહ્મ પુરુષોત્તમ પેઢે નહીં રે,
હરિ અવિગત ગોવિંદ સંતજી રે સહાય કરો શ્રીપતિ ધણી રે,
હરિ ચત્રુભુજ શ્યામલ વર્ણ, સારંગધર સોહામણો રે,
હરિ રૂંવડેલો વૈકુંઠ નાથજી રે, દુક્રીત હરણ દામોદર રે,
હરિ નિરજંન નિરાકાર, નિષ્કલંક પુરુષે આરાધીયે રે,
ધન ગાયે દ્વારીકા નાથજી રે, શ્યામલ વર્ણ સોહામણો રે,
હરિ સેવ્યો સમર્થ સાર, પાર એનો કોઈ નવ લહે રે,
હરિ સોહે છે અવિનાશ વ્હાલો, વાસ આપે વૈકુંઠ ધણી રે,
હરિ માધવ મુકુંદ મોરાર, મહાદેવ સોહામણો રે,
હરિ ભક્તિ મુક્તિ દાતાર લ્યો રે, નારાયણ છે નિર્મલો રે,
સદા સારંગધર શું વિચાર, પાર લૈ કનૈયો આત્મા રે,
આવી વેગે મળ્યો વિશ્વાસ, તારોની, ત્રીભુવન ટળવળે રે,
જીવ તો મોહ્યો છે કુલમાં, કલિકાલે જીવ જંપીઓ રે,
એ તો હરિ વિના ન લહે શ્વાસ, શ્વાસ સદા સારંગધર રે,
સદા વૈષ્ણવ મન રહે ઉલ્લાસ, આનંદ અંગે ઉલટયો રે,
ભલે આવ્યા પરિબ્રહ્મ રાય, વ્હાલો વૈષ્ણવજન માંહી પરવર્યો રે,
હરિનો વર્ત્યો જય જયકાર, સાર બોલોની હવે સાચા ધણીનો રે,
હરિનો આવ્યો જ્યારે મન વિશ્વાસ, ત્યારે પાસ છૂટયા ચાર ખાણના રે,
હરિ ઘેર ઘેર વૈકુંઠ વાસ, દાસ તુમ્હારો વિનવે રે,
ભલે આવ્યા પરિબ્રહ્મરાય (૨), સમર્થ ધણી સંતે સેવ્યો રે,
દોહા - આદિ અનાદિ એક તું, સ્થાવર જંગમ તારૂં નામ.
તું અમર ને તારૂં નામ, સકલ વૈષ્ણવને પ્રણામ.
(ૐ મૌન પ્રાર્થના)
===================================================
B019 Go-to-Index
===================================================. . . સ્મરણાંજલિ ભજન – ભાગ ૨ . . .
૧૯. પ્રાર્થના – બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો, આંટો નહિ એકે ટળ્યો ...
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો રાચી રહો ...
લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું એ તો કહો,
શું કુટુંબ કે પરિવારથી, વધવાપણું એ નય ગ્રહો ...
વધવાપણું સંસારનું, નર દેહને હારી જવો,
એનો વિચાર નહિ અહો હો, એક પળ તમને હવો ...
નિર્દોષ સુખ, નિર્દોશ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી, જંજીરેથી નીકળે ...
પર વસ્તુમાં નહિં મૂઝવો, એની દયા મુજને રહી,
એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહિં ...
હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબધે વળગણા છે? રાખું કે એ પરહરું? ...
એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનના, સિદ્ધાંત તત્વ અનુભવ્યા ...
તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું ...
રે આત્મ તારો! આત્મ તારો! શીઘ્ર એને ઓળખો,
સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો ...
ૐ
===================================================
B020 Go-to-Index
===================================================૨૦. મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે!
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે!
મુજને પોતાનો જાણીને, પ્રભુપદ પાળજો રે!
પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઉભરાતું,
મને હશે શું થાતું નાથ નિહાળજો રે!
અનાદિ આપ વૈદ્ય છો સાચા, કોઇ ઉપાય વિશે નહિ કાચા,
દિવસ રહ્યા છે ટાંચા વેળા વાળજો રે!
વિશ્વેશ્વર શું હજી વિચારો, બાજી હાથ છતાં કાં હારો?
મહા મૂંઝારો મારો, નટવર ટાળજો રે!
કેશવ હરિ મારું શું થાશે? ઘાણ વળ્યો શું ગઢ ઘેરાશે!
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે!
ૐ
- કેશવરામ
===================================================
B021 Go-to-Index
===================================================૨૧. રાજપદઃ હે પ્રભુ, રે પ્રભુ! (શ્રીમદ્ રાજચંદ્ર )
હે પ્રભુ, રે પ્રભુ, શું કહું, દીનાનાથ દયાળ,
હું તો દોષ અંનતનું, ભાજન છું કરુણાળ. ૧
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ,
નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. ૨
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી.
આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાંહી. ૩
જોગ નથી સત્-સંગનો, નથી સત્ સેવા જોગ,
કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪
હું પામર શું કરી શકું, એવો નથી વિવેક,
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
અચિન્ત્ય તુજ મહાત્મ્યનો, નથી પ્રફુલિત ભાવ,
અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬
અચલ રૂપ આશક્તિ નહિ, નહિ વિરહનો તાપ,
કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહિ ભજન દૃઢ ભાન,
સમજ નહિ નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ધર્મ,
તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯
સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ,
દેહેન્દ્રિય માને નહિ, કરે બાહ્ય પર રાગ. ૧૦
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન-નયન-યમ નાહિ,
નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ૧૧
અહં ભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહિ,
નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨
એમ અનંત પ્રકારથી, સાધન રહિત હું ય,
નહિ એકે સદ્-ગુણ પણ, મુખ બતાવું શું ય. ૧૩
કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ,
પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪
અનંત કાળથી આથડયો, વિના ભાન ભગવાન,
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫
સંત-ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક,
પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬
સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય,
સત સાધન સમજ્યો નહિ, ત્યાં બંધન શું જાય. ૧૭
પ્રભુ પ્રભુલય લાગી નહિ, પડયો ન સદ્-ગુરુ પાય,
દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય. ૧૮
અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય,
એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય. ૧૯
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એ જ,
સદ્-ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દેજ. ૨૦
ૐ
===================================================
B022 Go-to-Index
===================================================૨૨. હું શરણે તારે આવ્યો છું
હું શરણે તારે આવ્યો છું, પ્રભુ તું ના સ્વીકારે તો હું શું કરું?
હું ચરણે અરજી લાવ્યો છું, પ્રભુ તું ના વિચારે તો હું શું કરું?
છું જનમ જનમનો અપરાધી, વળી મનમાં તનમાં છે વ્યાધિ;
હું દર્દી થઇને આવ્યો છું, પ્રભુ તું ના મટાડે તો હું શું કરું?
મારી આગળ પાછળ છે આંધી, મારો તાર તૂટેલો દે સાંધી;
હું ભૂલભરેલો આવ્યો છું, પ્રભુ તું ના સુધારે તો હું શું કરું?
મને સ્વારથિયાઓ જકડે છે, મને પાગલ સમજી પકડે છે;
હું છૂટવા માટે આવ્યો છું, પ્રભુ તું ના છોડાવે તો હું શું કરું?
મારે પુનિત પંથે જાવું છે, વળી રામભક્ત પણ થાવું છે;
હું તરવા માટે આવ્યો છું, પ્રભુ તું ના તરાવે તો હું શું કરું?
ૐ
===================================================
B023 Go-to-Index
===================================================૨૩. જનમો જનમ રહું તારો દાસ
જનમો જનમ રહું તારો દાસ...પ્રભુ! એવું માગું રે,
મારી પૂરણ કરજો આશ... પ્રભુ! એવું માગું રે...
તારું સ્મરણ હૈયે રમતું રહે,
મન તારા ચરણમાં ભમતું રહે,
એવો અંતરમાં કરજો પ્રકાશ... એવું માગું રે... જનમો...
સુખદુઃખમાં ભક્તિ છોડું નહીં,
જૂઠી માયા દેખીને દોડું નહીં,
તારાં ચરણે રહે મારો વાસ... એવું માગું રે... જનમો...
અંતવેળાએ હાથ પકડી લેજો,
કરી તન્મય મને જકડી લેજો,
અમને કરતાં નહિ રે નિરાશ... એવું માગું રે... જનમો...
ૐ
===================================================
B024 Go-to-Index
===================================================૨૪. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ
ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ... પ્રભુ એવું માગું રે,
રહે જનમો જનમ તારો સાથ... પ્રભુ એવું માગું રે,
તારૂં મુખડું મનોહર જોયા કરૂં,
રાત દહાડો ભજન તારૂં બોલ્યા કરૂં,
શ્વાસે શ્વાસે રટું તારૂં નામ... પ્રભુ એવું માગું રે... ભક્તિ...
મારી આશા નિરાશા કરશો નહીં,
મારા અવગુણ હૈયામાં ધરશો નહીં,
રહે અંત સમય તારૂં ધ્યાન... પ્રભુ એવું માગું રે... ભક્તિ...
મારા તાપ ને પાપ સમાવી લેજો,
તારા બાળકને દાસ બનાવી દેજો,
દેજો આવીને દર્શન દાન... પ્રભુ એવું માગું રે... ભક્તિ...
ૐ
===================================================
B025 Go-to-Index
===================================================૨૫. તમે ભાવે ભજી લ્યો ભગવાન
તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું,
કંઇક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું...(ટેક)
એને દીધેલાં કોલ તમે ભૂલી ગયાં,
જૂઠી માયાને મોહમાં ઘેલાં થયાં,
ચેતો ચેતો શું ભૂલ્યાં છો ભાન... જીવન...
બાળપણને યુવાનીમાં અડધું ગયું,
નહિં ભક્તિના મારગમાં ડગલું ભર્યું,
હવે બાકી છે એમાં દ્યો ધ્યાન... જીવન...
પછી ઘડપણમાં ગોવિંદ ભજાશે નહીં,
લોભ વૈભવને ધન તો તજાશે નહીં,
બનો આજથી પ્રભુમાં મસ્તાન... જીવન...
જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો,
કંઇક ડર તો, પ્રભુજીનો દિલમાં ધરો,
છીએ થોડાં દિવસનાં મહેમાન... જીવન...
બધા આળસમાં દિન આમ વિતી જશે,
પછી ઓચિંતુ, યમ તણું તેડું થશે,
નહિં ચાલે તમારું તોફાન... જીવન...
એ જ કહેવું આ દાસનું દિલમાં ધરો,
ચિત્ત રાખી ઘનશ્યામને સ્નેહે સ્મરો,
ઝાલો ઝાલો ભક્તિનું સુકાન... જીવન...
ૐ
===================================================
B026 Go-to-Index
===================================================૨૬. શામળા! સુકાની થઇને સંભાળ
શામળા! સુકાની થઇને સંભાળ, નૈયા મધદરિયે ડોલતી;
સાચો કિનારો કંઈક તો બતાવ, તું છે જીવનનો સારથિ... (ટેક)
જીવનનાવ ભવસાગરમાં ડોલતી,
આફતના પૂરમાં અંધારે ઝુલતી;
વાગે માયાનાં મોજાં અપાર, હાંકું તારા આધારથી...
શામળા...
વૈભવના વાયરા દિશા ભુલાવતા,
આશાનાં આભલાં મનને ઝુલાવતાં;
તોફાન જામ્યું છે દરિયા મોજાર, હોડી હલકારા મારતી...
શામળા...
કાયાની હોડીનું કાચું છે લાકડું,
તું છે મદારી ને હું તારું માંકડું;
દોરી ભક્તિની ઝાલી આધાર, તરવું તારા જ નામથી...
શામળા...
તોફાની દરિયામાં નૌકાને તારજો,
છેલ્લી આ મારી વિનંતી સ્વીકારજો;
રણછોડ દર્શન દેજો આ વાર, ઝુરું તારા વિયોગથી...
શામળા...
ૐ
===================================================
B027 Go-to-Index
===================================================૨૭. હારે તારે એક દિન જાવું પડશે
હારે તારે એક દિન જાવું પડશે, (૨)
કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા. ૧
હાં રે તું તો બંધ મુઠ્ઠીએ આવ્યો,
નથી જગતમાં કાંઈ લાવ્યો,
માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો જીવલડા. ૨
હાં રે તેં તો પારકું લેણું કીધું,
તેને પોતાનું માની રે લીધું,
વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ પીધું જીવલડા. ૩
હાં રે તું તો ભૂલી ગયો ઘર તારું,
તારી આગળ પાછળ અંધારું,
નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું જીવલડા. ૪
હાં રે માટે સમજીને સત્સંગ કરજે,
તારા હુંપદ ને દૂર કરજે,
વ્હાલાને નવ વિસરજે રે, વ્હાલાને નવ વિસરજે જીવલડા. ૫
હાં રે મંગળ તારું થાશે,
તારા ઘટમાં ગોવિંદ જણાશે,
મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા. ૬
ૐ
(હુંપદ-અભિમાન)
===================================================
B028 Go-to-Index
===================================================૨૮. આજ નહીં તો કાલે
આજ નહિ તો કાલે, ગયા વિના નહિ ચાલે... (ટેક)
જમરાં આવી ઝઘડો રે કરશે, કાયા તારી ત્યાં ઠર ઠરશે,
જડપ દઈને ઝાલે... ગયા વિના...
લાંચો આપી કેસ ચુકાવે, કોઈની ભલામણ કામ ન આવે,
થાવું પડશે હવાલે... ગયા વિના...
મારા મારા સહુ કોઈ કહશે, વેઢ વીંટી પણ કાંઠી રે લેશે,
કોડી નહીં પણ આવે... ગયા વિના...
માયાની ઝારેથી બળતો, કિનારો ના તુંઝને રે મળતો,
પાર તે કોણ ઉતારે... ગયા વિના...
રામ ભક્ત થઈ હરિ ગુણ ગાવું, જમરાં આવ્યા પાછા રે જાશે,
પાર પ્રભુ જ ઉતારે... ગયા વિના...
ૐ
(જમરાં-યમરાજનાં દૂતોં, વેઢ-આંગળીઓને વીંટાઇને રહે તેવો જાડો કરડો)
===================================================
B029 Go-to-Index
===================================================૨૯. મંગલ મંદિર ખોલો,
મંગલ મંદિર ખોલો,
દયામય! મંગલ મંદિર ખોલો!... (ટેક)
જીવનવન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો;
તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઊરમાં લ્યો, લ્યો... દયામય!...
નામ મધુર તમ રટ્યો નિરંતર,
શિશુ સહ પ્રેમે બોલો;
દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,
પ્રેમ અમીરસ ઢોળો... દયામય!...
ૐ
- નરસિંહરાવ દિવેટિયા
===================================================
B030 Go-to-Index
===================================================૩૦. જિંદગીનો શો ભરોસો, વહી જાશે
જિંદગીનો શો ભરોસો, વહી જાશે,
જોતજોતામાં સમય પૂરો થાશે... જિંદગીનો...
જિંદગી એક ફુલ છે સંભાળજો,
આજે નહિ તો કાલે જરૂર કરમાઇ જાશે... જિંદગીનો...
કાયા કાચો કુંભ છે, સાચું માનજો,
કાળની ટક્કર લાગતાં એ ફૂટી જાશે... જિંદગીનો...
જિંદગી એક તક મળી છે, તરી જાજો.
ચૂક્યા અવસર ઊંઘમાં તો રહી જાશો... જિંદગીનો...
પાણી પહેલાં પાળ જીવનની બાંધજો,
અણધાર્યું ઓચિંતુ તેડું આવશે... જિંદગીનો...
ભક્તિ ભાવે ભવનું ભાથું બાંધજો,
હરિ હર ભજતાં ભવને ભાઇ તરી જાજો... જિંદગીનો...
ૐ
===================================================
B031 Go-to-Index
===================================================૩૧. પ્રભુની રચના છે એવી (રાગ- મેરા જીવન કોરા કાગઝ)
પ્રભુની રચના છે એવી, કોઈ આવે કોઈ જાય
આવ્યા તેણે... આવ્યા તેણે વહેલી મોડી લેવી પડે વિદાય...પ્રભુ...
અંતિમ ઘડી જે પળે લખાણી, કેમે ન મીથ્યા થાય. (૨)
જ્ઞાની ધ્યાની...(૨) શોધી વળ્યા પણ જડ્યો નથી ઉપાય... પ્રભુ...
સ્વજનને વ્હાલાની માયા, દુનિયાની સગાઈ (૨)
ફરી ફરીને...(૨) નામ રટી લ્યો ઝખમ એમ રૂઝાય... પ્રભુ...
પ્રીતીને મમતાના તંતુ, બંધન બની જાય (૨)
જીવાત્માની...(૨) મુક્તિ માર્ગે અવરોધ બની જાય... પ્રભુ...
પૂર્વ જન્મના કર્મ પ્રમાણે, આયુષ્ય રેખા દોરાય (૨)
જટીલ છે...(૨) આ કોયડો એને કહે છે પ્રભુનો ન્યાય... પ્રભુ...
મનવાંછિત મળે ન કોઈને, પ્રભુનું ધાર્યુ થાય (૨)
ભાંગેલા...(૨) સ્વપનો ને ભૂલી ધૈર્ય ધરો મનમાંય... પ્રભુ...
વીરહની છે આગ વસમી, દીવો કરો દિલમાંય (૨)
સમજવું...(૨) પડે છે છેવટે ખીલ્યું તે કરમાય... પ્રભુ...
અદ્ભુત છે આ સમૂહ પ્રાર્થના, હૈયુ હળવું થાય (૨)
શાંતિ શાંતિ...(૨) આપો પ્રભુ વાસ વૈકુંઠમાં થાય... પ્રભુ...
ૐ
===================================================
B032 Go-to-Index
===================================================૩૨. ઓ જીવનનાં રખેવાળ, જીવન તને અર્પી દીધું છે
ઓ જીવનનાં રખેવાળ, જીવન તને અર્પી દીધું છે
એની રાખજે તું સંભાળ, જીવન તને અર્પી દીધું છે... (ટેક)
લક્ષ ચોર્યાસી સાગર વલોવ્યા, અંતે આ ભૂમી નીહાળી હો-હો (૨)
પળે પળે તારું નામ ન રટતા, માયા એ જાળ પસારી હો-હો (૨)
ઓ ધરણીના ધરનાર, જીવન તને અર્પી દીધું છે.
મારી ઈચ્છાએ ડગલા ભરતા, ભરતા મોહે ભરમાવી હો-હો (૨)
દારંગી દુનિયા પલટા ખાતી, મમતા દેવીએ મુંઝાવી હો-હો (૨)
ઓ ભક્તો નાં ભગવાન, જીવન તને અર્પી દીધું છે.
પૂર્વના યોગે પ્રીત બંધાણી, પ્રીતને રીતે રીઝાવું હો-હો (૨)
આત્મા શાંતિ મેળવવાને, ધ્યાન હું તારું ધરાવું હો-હો (૨)
તને વીસરું નહિ પલ ભર, જીવન તને અર્પી દીધું છે.
પ્રભુ હું તારો આશરો લઈને, જીવન મારું વીતાવું હો-હો (૨)
બાજી મેં તારા હાથમાં સોંપી, માયા ના ધાવ રૂઝાવો હો-હો (૨)
તું છે પિતા હું બાળ, જીવન તને અર્પી દીધું છે.
ૐ
===================================================
B033 Go-to-Index
===================================================૩૩. કોઈ આજ જશે કોઈ કાલ
કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાંનો મેળો... (ટેક)
આ તો પંખીડાંનો મેળો, આ તો યુગદર્શનનો ફેરો,
માટે ભજીલો દીનદયાળ... આ તો પંખીડાંનો મેળો... કોઈ...
સહુએ ૠણાનુંબંધે મળિયાં, કોઈ જનમનાં સુકૃત ફળિયાં,
સહુ આવ્યાં તેવાં જાય... આ તો પંખીડાંનો મેળો... કોઈ...
માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો,
ક્યાં રે ફૂટે શું કહેવાય... આ તો પંખીડાંનો મેળો... કોઈ...
સાથે કોઈ આવ્યું ના આવે, સહુએ સહુના રસ્તે જાવે,
જેવા વાદળિયાં વિખરાય... આ તો પંખીડાંનો મેળો... કોઈ...
મળિયો માનવ જન્મ અમુલો, સમજી હરિભજનમાં ડોલો,
શંકર અમૃતવાણી ગાય... આ તો પંખીડાંનો મેળો... કોઈ...
ૐ
===================================================
B034 Go-to-Index
===================================================૩૪. જૂનું તો થયું રે દેવળ
જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું... (ટેક)
આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું... મારો હંસલો...
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઉડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું... મારો હંસલો...
બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં... મારો હંસલો...
ૐ
- મીરાંબાઇ
===================================================
B035 Go-to-Index
===================================================૩૫. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે
પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે,
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પિંજરું માગે રે... (ટેક)
ઊમટયો અજંપો એને પંડનારે પ્રાણનો (૨)
અણધાર્યો કર્યો મનોરથ એણે દૂરના પ્રયાણનો
અણદીઠો દેશ જોવા લગન એને લાગી રે... બહુએ...
સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોંઘો ને મહામૂલો
પાગલના બન્ને ભેરુ કોઈ ના રંગ લાગે રે... બહુએ...
ૐ
===================================================
B036 Go-to-Index
===================================================૩૬. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
તનનો તંબૂરો જોજે બેસુરો થાય ના... ઝાંખો...
પાપ અને પુણ્યના ભેદ રે ભૂંસાતા,
રાગ અને દ્વેષ આજે ઘટઘટમાં ઘૂંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના... ઝાંખો...
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
મનના મંદિરિયામાં જોજે અંધારું થાય ના... ઝાંખો...
ૐ
===================================================
B037 Go-to-Index
===================================================૩૭. પ્રભુજી દ્વાર તમારા ખોલો રે
પ્રભુજી દ્વાર તમારા ખોલો રે,
આવ્યો એક પુણ્યઆત્મા... (ટેક)
આ દુનિયાની સગાઇ, રહી પ્યારમાં પથરાઈ
એમાં આત્મા ગયો લપટાઇ રે... આવ્યો એક...
આ ચારે કોરની માયા, તેમાં સઘળાં ભેદ સમાયા
મન માનવનાં લોભાયા રે... આવ્યો એક...
આ કાયા કુંભ છે કાચો, સમજો તો એમાં ન રાચો
પ્રભુ તું છે એક જ સાચો રે... આવ્યો એક...
એણે સતકર્મ બહું કીંધા, એણે દુઃખ સહન કરી લીધાં
તારા નામના અમૃત પીધા રે... આવ્યો એક...
લીધી તારા નામની માળા, હવે ભજીલે છેલ છોગાળા
ઓ ગિરધારી ગોપાલા રે... આવ્યો એક...
તારાં હાથે છે મુજ નૈયા, તને પોકારું તરવૈયા
તમે આવોને રખવૈયા રે... આવ્યો એક...
તમે વ્હારે આવો નાથ, મારો પકડી લોને હાથ
પછી છોડું નહિ સંગાથ રે... આવ્યો એક...
અવિચળ ભાનુ ચંદ્રા, એ તારી લીલા ગોવિંદા
ઓ જશોદાજીના નંદા રે... આવ્યો એક...
પ્રભુ એ છે પ્રાર્થના મારી, એ આત્માને લેજો તારી
પ્રભુ સુણજો કૃષ્ળ મોરારી રે... આવ્યો એક...
ૐ
===================================================
B038 Go-to-Index
===================================================૩૮. હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ
હે નાથ, જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારૂં એ હૃદયથી માંગીએ.
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો,
પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૧)
વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે,
ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે.
લક્ષચોર્યાસી બંધનોને લક્ષમાં લઈ કાપજો,
પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૨)
સુસંપત્તિ, સુવિચારને સત્-કર્મનો દઈ વારસો,
જન્મોજન્મ તમ ભક્તિથી કિરતાર પાર ઉતારજો.
આ લોકને પરલોકમાં તમ પ્રેમ રગ રગ વ્યાપજો,
પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૩)
મળે મોક્ષ કે સુખ સ્વર્ગનાં આશા ઉરે એવી નથી,
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી.
સાચું બતાવી રૂપ શ્રી રણછોડ હૃદયે સ્થાપજો,
પરમાત્મા એ આત્માને પરમ શાંતિ આપજો... (૪)
હે નાથ, જોડી હાથ પાયે...
ૐ
===================================================
B039 Go-to-Index
===================================================૩૯. હરી ૐ - શાંતિ પાઠ
હરી ૐ પૂર્ણ એ છે, પૂર્ણ આ છે,
પૂર્ણથી તો પૂર્ણ ઊગ્યું છે બધું
પૂર્ણ માંથી પૂર્ણ આપી દ્યો ભલે,
શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા.
ૐ દ્યૌઃ શાંતિરન્તરિક્ષઃ શાંતિઃ પૃથ્વી
શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ ।
વનસ્પતયઃ શાંતિર્વિશ્વેદેવાઃ શાંતિર્બહ્મ શાંતિઃ
સર્વ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સા મા શાંતિરેધિ ।।
ૐ શાંતિઃ ૐ શાંતિઃ ૐ શાંતિઃ
અર્થઃ હે ૐ સંજ્ઞાક સર્વવ્યાપી પરમાત્મા, સ્વર્ગમાં શાંતિ હો, અંતરિક્ષ (આકાશ)માં શાંતિ હો, પૃથ્વી પર શાંતિ હો, જળમાં શાંતિ હો, ઔષધમાં શાંતિ હો, વનસ્પતિમાં શાંતિ હો, અગ્નિમાં શાંતિ હો, બ્રહ્મ (સમગ્ર બ્રહ્માંડ)માં શાંતિ હો, સર્વત્ર શાંતિ હો, શાંતિ જ શાંતિ હો, મારી સમીપ શાંતિ જ શાંતિ હો. હે ૐ સંજ્ઞાક પરમાત્મા, અધિભૌતિક શાંતિ હો, અધિદૈવિક શાંતિ હો, અને અધ્યાત્મિક શાંતિ હો.
ૐ
===================================================
B040 Go-to-Index
===================================================૪૦. સત્યનામ સદ્-ગુરુ (શાંતિ પ્રાર્થના)
સત્યનામ સદ્-ગુરુ કબીર હૈ પ્યારે,
હે નાથ સદ્-ગુરુ મૈં શરણ તુમ્હારે,
પ્રભુ તારે દ્વારે આવ્યો એ આત્મા,
શાંતિ આપો હે પરમાત્મા,
આજ અમે કરીએ છે તારી પ્રાર્થના,
શાંતિ આપો હે પરમાત્મા,
જન્મો જન્મનાં ફેરા ટાળો,
મુક્તિ આપો હે પરમાત્મા.
એને માટે ઉઘાડો મોક્ષની બારી,
શાંતિ આપો હે પરમાત્મા.
ૐ શાંતિઃ! ૐ શાંતિઃ! ૐ શાંતિઃ!
===================================================
B041 Go-to-Index
===================================================४१. हमको मन की शक्ति देना
हमको मन की शक्ति देना, मन विजय करें... (२)
दूसरों की जय से पहेले खुद विजय करें... ॥ध्रु०॥
भेद भाव अपने दिल से साफ कर शके,
दोस्तों से भूल हो तो माफ कर शके ।
जूठ से बचे रहे, सच का दम भरे,
दूसरों की... हमको मन...
मुश्किलें पडे तो हमपे, इतना कर्म कर,
साथ दे तुं धर्म का चलेंगे धर्म पर ।
खुद पे होंसला रहे, बदी से न डरे,
दूसरों की... हमको मन...
ૐ
===================================================
B042 Go-to-Index
===================================================४२. अब सौंप दिया इस जीवन का
अब सौंप दिया इस जीवन का,
सब भार तुम्हारे हाथों में ।
है जीत तुम्हारे हाथों में,
और हार तुम्हारे हाथों में ॥
मेरा निश्चय बस एक यही,
एक बार तुम्हें पा जाऊँ मैं ।
अर्पण कर दूं दुनिया भर का,
सब प्यार तुम्हारे हाथों में ॥
जो जग में रहूं तो ऐसे रहूं,
ज्यों जल में कमल का फूल रहे ।
मेरे सब गुण दोष समर्पित हों,
करतार तुम्हारे हाथों में ॥
यदि मानुष का मुझे जन्म मिले,
तो तेरे चरणों का पुजारी बनूं।
इस पूजक की इक इक रगका,
हो तार तुम्हारे हाथों में ॥
जब जब संसार का कैदी बनूं,
निष्काम भाव से कर्म करूँ ।
फिर अन्त समय में प्राण तजूं,
साकार तुम्हारे हाथों में ॥
मुझमें तुझमें बस भेद यही,
मैं नर हूं तुम नारायण हो ।
मैं हूं संसार के हाथों में,
संसार तुम्हारे हाथों में ॥
ૐ
===================================================
B043 Go-to-Index
===================================================४३. इतनी शक्ति हमे देना दाता
इतनी शक्ति हमे देना दाता...
मन का विश्वास कमजोर हो ना... (२)
हम चले नेक रस्ते पे,
हमसे भूलकर भी कोई भूल हो ना... इतनी...
दूर अज्ञान के हो अंधेरे,
तू हमे ज्ञान की रोशनी दे... (२)
हर बुराई से बचते रहे हम,
जीतनी भी दे भली जिंदगी दे
बेर हो ना किसीको किसीसे,
भावना मन में बदले की हो ना... इतनी...
हम न सोचे हमे क्या मिला है,
हम ये सोचे हमे किया क्या है अर्पण... (२)
फल खुशियों के बाटे सभी को
सबका जीवन हि बन जाये मधुबन
अपनी करुणा का जल तु बहाकर,
कर दे पावन हरेक मन का कोना,
... हम चले... इतनी...
ૐ
===================================================
B044 Go-to-Index
===================================================४४. तुम्ही हो माता, पिता तुम्ही हो
तुम्ही हो माता, पिता तुम्ही हो,
तुम्ही हो बंधु, सखा तुम्ही हो... ॥ध्रु०॥
तुम्ही हो साथी, तुम्ही सहारा,
कोई ना अपना, सिवा तुम्हारा ।
तुम्ही हो नैया, तुम्ही खेवैया,
तुम्ही हो बंधु, सखा तुम्ही हो ॥
जो खील शके न फूल हम है,
तुम्हारे चरणों की धूल हम है ।
दया की दृष्टि सदा ही रखना,
तुम्ही हो बंधु, सखा तुम्ही हो ॥
ૐ
===================================================
B045 Go-to-Index
===================================================४५. इतना तो करना स्वामी
इतना तो करना स्वामी, जब प्राण तन से निकले ।
गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले ॥
श्री गंगाजी का तट हो, यमुना का बंसीवट हो ।
मेरे सांवरा निकट हो, जब प्राण तन से निकले ॥
श्री वृंदावन का स्थल हो, मेरे मुख में तुलसी-दल हो ।
विष्णु-चरण का जल हो, जब प्राण तन से निकले ॥
सन्मुख सांवरा खडा हो, मुरली का स्वर भरा हो ।
तिरछा चरण धरा हो, जब प्राण तन से निकले ॥
सिर सोहना मुकुट हो, मुखडे पै काली लट हो ।
यही ध्यान मेरे घट हो, जब प्राण तन से निकले ॥
कानों जडाऊं बाली, लटकी लटे हों काली ।
देखूं छटा निराली, जब प्राण तन से निकले ॥
पीताम्बरी कसी हो, होठों पै कुछ हंसी हो ।
छबि यह ही मन बसी हो, जब प्राण तन से निकले ॥
पचरंगी काछनी हो, पट-पीत से तनी हो ।
मेरी बात सब बनी हो, जब प्राण तन से निकले ॥
पग धो तृष्णा मिटाऊं, तुलसी का पत्र पाऊं ।
सिर चरण-रज लगाऊं, जब प्राण तन से निकले ॥
आना अवश्य आना, राधे को साथ लाना ।
दर्शन मुझे दिखाना, जब प्राण तन से निकले ॥
जब कंठ प्राण आवे, कोई रोग ना सतावे ।
यम दरश न दिखावे, जब प्राण तन से निकले ॥
मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से ।
बच जाऊं घोर दु:ख से, जब प्राण तन से निकले ॥
उस वक्त जलदी आना, नहीं श्याम भूल जाना ।
मुरली की धून सुनाना, जब प्राण तन से निकले ॥
सुधि होवे नाहीं तन की, तैयारी हो गमन की ।
लकडी हो ब्रज-वन की, जब प्राण तन से निकले ॥
यह नेक-सी अरजी है, मानो तो क्या हरज है ?
कुछ आपका फरज है, जब प्राण तन से निकले ॥
‘विद्यानंद’ की ये अरजी, खुद गर्ज की हे गरजी ।
आगे तुम्हारी मरजी, जब प्राण तन से निकले ॥
ૐ
===================================================
B046 Go-to-Index
===================================================૪૬. . . . ધૂન . . .
રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ,
ઇશ્વર અલ્લા તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન,
સબકો સન્મતિ દે ભગવાન, સબકો શાંતિ દે ભગવાન,
સબકો સન્મતિ દે ભગવાન, સારા જગ તેરી સંતાન...રઘુપતિ રાઘવ
ટૂંકું ટચુકડું નામ, રામ રામ રામ બોલો,
એતો અંતરમાં આપશે આરામ, રામ રામ રામ બોલો,
રામ નામ બોલો સિયારામ નામ બોલો,
એતો અંતરમાં આપશે આરામ, રામ રામ રામ બોલો,
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારે,
હે નાથ નારાયણ વાસુદેવા.
સત્ય નામ કબીર, સત્ય નામ કબીર.
ગુરુદેવ કબીર, ગુરુદેવ કબીર.
આવો આવો રે કબીર, આવો આવો રે કબીર.
ભીડ ભાંગો રે કબીર, ભીડ ભાંગો રે કબીર.
દર્શન દેજો રે કબીર, દર્શન દેજો રે કબીર.
સત્ય નામ કબીર, સત્ય નામ કબીર.
ૐ
===================================================
B047 Go-to-Index
===================================================૪૭. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો!
આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો!
મનને મહેતાજી કરી કામે લગાડજો!... આ જિંદગીના...
આજ સુધી જીવ્યા છો કેટલું ને કેવું?
કેટલી કમાણી કરી કટલું છે દેવું?
કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજો!... આ જિંદગીના...
કેટલી સુધારી વૃત્તિ કેટલી બગાડી?
દયા પાટે ચાલી રહી જિંદગીની ગાડી!
પ્રભુપંથ પામવાને પાટા બંધાવજો!... આ જિંદગીના...
જમા ને ઉધાર તણો કાઢજો તફાવત;
કેટલી પ્રભુના નામે કરી છે બનાવટ!
એક-એક પાનું ચિંતનથી ચકાસજો!... આ જિંદગીના...
કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા!
માળાના મણકામાં માધવને માપ્યા;
તિલકથી બુદ્ધિની શુદ્ઘિ વધારજો!... આ જિંદગીના...
ગીતાની વાત કહો કેટલી પચાવી!
કેટલી કુટેવ કાઢી કેટલી બચાવી!
સ્વાધ્યાયથી જીવનને સુંદર બનાવજો!... આ જિંદગીના...
ભાવ અને ભક્તિમા મસ્ત બની રાચજો!
એક-એક ગામડે ગીતાને પહોંચાડજો!
કામ કરી ‘દાદા’ના દીલને હલાવજો!... આ જિંદગીના...
ૐ
===================================================
B048 Go-to-Index
======================================================================================================
B049 Go-to-Index
======================================================================================================